1
પછી ઈશ્વરનો આત્મા તેમને ઉજ્જડ જગ્યાએ લઇ ગયો કે જેથી શેતાન તેમનું પરીક્ષણ કરે.
2
તેમણે ચાળીસ દિવસ અને રાત સુધી કંઈ ખાધું ન હતું, તેથી તેઓ ભૂખ્યા હતા.
3
લલચાવનાર, શેતાન, તેમની પાસે આવ્યો અને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે તેઓ તારે માટે રોટલી બની જાય!"
4
પરંતુ ઈસુએ તેને કહ્યું, "ના! હું તે નહીં કરું, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે, 'લોકો ખરેખર જીવે તે માટે, તેઓ પાસે ખોરાક કરતાં કંઇક વધારે હોવું જોઈએ; દરેક વચન જે ઈશ્વર બોલ્યા છે તે તેઓએ સાભળવું જોઈએ.'"
5
પછી શેતાન ઈસુને ઈશ્વરના ખાસ શહેર યરુશાલેમમાં લઈ ગયો. તે તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ ઉપર લઇ ગયો
6
અને તેમને કહ્યું, "જો તું ખરેખર ઈશ્વરનો દીકરો હોય, તો જમીન પર કૂદ. તું ખરેખર ઇજા પામીશ નહિ, કારણ કે ઈશ્વરે શાસ્ત્રમાં કહ્યું છે,
18 એક દિવસ જ્યારે ઈસુ ગાલીલના સમુદ્ર પાસે ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે બે માણસોને જોયા, સિમોન, જે પાછળથી પિતર કહેવાયો તેને, અને તેના નાના ભાઈ આન્દ્રિયાને. તેઓ માછલી પકડવાની તેમની જાળો પાણીમાં નાખતા હતા કારણ કે તેઓ માછલી પકડતા અને વેચતા હતા. 19 ઈસુએ તેઓને કહ્યું, "મારી પાસે આવો અને માણસોને કેવી રીતે મારા શિષ્યો બનાવવા તે હું તમને શીખવીશ. હું તમને માણસોને પકડનારા બનાવીશ." 20 તેઓએ તરત જ જે કામ તેઓ કરતા હતા તે મૂકી દઈને તેમની સાથે ગયા.
21 જ્યારે તેઓ ત્રણ ત્યાંથી જઈ રહ્યા હતા, ત્યારે ઈસુએ અન્ય બે લોકોને એટલે યાકૂબ અને તેના નાના ભાઈ યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબ્દીની સાથે તેઓની હોડીમાં જાળો સાંધતા હતા. ઈસુએ તેઓને કહ્યું કે તેઓએ તે કામ છોડીને તેમની સાથે જવું જોઈએ. 22 તરત જ તેઓ તેમની હોડી અને તેમના પિતાને છોડીને ઈસુ સાથે ગયા.
23 ઈસુએ તે ચાર લોકોને ગાલીલના દરેક જીલ્લાઓમાં દોર્યા. તેઓ લોકોને સભાસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ઈશ્વર કેવી રીતે રાજ કરે છે તે શુભ સમાચારનો તેઓ ઉપદેશ કરતા હતા. તેઓ સર્વ બીમાર લોકોને પણ સાજા કરતા હતા. 24 જ્યારે સિરિયા જીલ્લાના બીજા ભાગમાં રહેનારાઓએ તેઓ જે કરતા હતા તે સાંભળ્યું, ત્યારે જેઓ બીમારીથી પીડાતા હતા, જેઓ ઘણા પ્રકારના રોગોથી પીડાતા હતા, જેઓ સખત પીડાથી દુ:ખિત હતા, જેઓ દુષ્ટાત્માઓના અંકુશમાં હતા, જેઓ વાઈના દર્દીઓ હતા અને જેઓ લકવાગ્રસ્ત હતા તે લોકોને તેઓ તેમની પાસે લાવ્યા અને ઈસુએ તેઓને સાજા કર્યા. 25 પછી મોટો સમુદાય તેમની સાથે જવા લાગ્યો. તે લોકો ગાલીલથી, દસ નગરોમાંથી, યરુશાલેમ શહેરમાંથી, યહૂદિયાના બીજા પ્રાંતોમાંથી અને યર્દનના પૂર્વના પ્રદેશોમાંથી આવ્યા હતા.