1
એક સમયે વિશ્રામવારે, ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જતા હતા. શિષ્યો ખૂબ ભૂખ્યા હતા, તેથી તેઓ કણસલાં તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા, જે માટે મૂસાના નિયમમાં મંજુરી આપવામાં આવેલી હતી.
2
તેઓ તેમ કરતા હતા તેવું કેટલાક ફરોશીઓએ જોયું, તેથી તેઓએ ઈસુને કહ્યું, "જુઓ! વિશ્રામના દિવસે તમારા શિષ્યો કામ કરે છે. નિયમશાસ્ત્ર તેની મંજૂરી આપતું નથી!"
3
પરંતુ ઈસુએ ઉતર આપ્યો, "તમારા પૂર્વજ દાઉદ અને તેના માણસો જ્યારે ભૂખ્યા હતા ત્યારે તેઓએ શું કર્યું તે શાસ્ત્રવચનમાં લખેલું છે.
4
જે પવિત્ર તંબુમાં તેઓ ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં દાઉદ રાજા પ્રવેશ્યો અને ઈશ્વર સમક્ષ મૂકેલી રોટલી તેણે ખાધી. મૂસાના નિયમ પ્રમાણે, માત્ર યાજકોને જ તે ખાવાની પરવાનગી હતી, પરંતુ દાઉદ અને તેની સાથે જે માણસો હતા તેઓએ તે ખાધી.
5
વળી, મૂસાએ જે લખ્યું છે તે તમે ચોક્કસ વાંચ્યું હશે, કે જ્યારે તેણે કહ્યું કે યાજકો, વિશ્રામવારના દિવસે આપણા ભક્તિસ્થાનમાં કામ કરવાથી, યહૂદીઓના વિશ્રામવારના નિયમ ન પાળવા છતાં દોષિત ઠરતા નથી.
6
તેનો શું મતલબ છે તે મને કહેવા દો: હું તમારી પાસે આવ્યો છું, અને હું આ ભક્તિસ્થાન કરતાં વધારે મહત્વનો છું.
7
શાસ્ત્રવચનમાં ઈશ્વરે જે વચનો કહ્યાં તે પર તમારે વિચાર કરવો જોઈએ: 'માત્ર બલિદાનો આપો એટલું જ નહીં, પરંતુ હું ઇચ્છું છું કે તમે લોકો સાથે ભલાઈપૂર્વક વર્તો.' તેનો શો અર્થ છે તે જો તમે સમજ્યા હોત, તો મારા શિષ્યો કે જેઓએ કંઈ જ ખોટું કર્યું નથી, તેઓને તમે દોષિત ઠરાવ્યા ન હોત.
8
હું માણસનો દીકરો છું, અને મને વિશ્રામવારના દિવસે લોકોએ શું કરવું તે કહેવાનો અધિકાર છે."
29 હું તમને બતાવીશ કે હું દુષ્ટાત્માને કાઢવા કેમ સક્ષમ છું. જો કોઈ માણસ શેતાન જેવા બળવાન માણસના ઘરમાં જાય અને જો તે, તે બળવાન માણસને પહેલા બાંધે નહીં, તો તે તેની બધી મિલકત લઈ શકતો નથી. પરંતુ જો તે તેને બાંધે, તો પછી તે તેની મિલકત લેવા સક્ષમ બનશે.
30 કોઈ નિષ્પક્ષ રહી શકે નહિ. જેઓ સ્વીકારતા નથી કે પવિત્ર આત્મા મને દુષ્ટાત્મા કાઢવા સમર્થ કરે છે તેઓ મારો વિરોધ કરે છે, અને જેઓ મારા શિષ્યો બનાવવા લોકોને એકત્ર કરતા નથી તેઓ તે લોકોને મારાથી દૂર કરે છે.
31 તમે કહો છો કે મને દુષ્ટાત્માઓ કાઢવા શક્તિમાન કરનાર પવિત્ર આત્મા નથી. તેથી હું તમને આ કહીશ: જેઓ બીજાઓ પ્રતિ અપરાધ કરે છે અને કોઈક રીતે તેઓનું અપમાન કરે છે અને પછી તેઓ દિલગીર થાય છે અને ઈશ્વર પાસે માફી માગે છે, તો ઈશ્વર તેઓને માફ કરશે. પરંતુ જેઓ પવિત્ર આત્માનું અપમાન કરે છે તે લોકોને તેઓ માફ નહિ કરે. 32 જે લોકો મારી, માણસના દીકરાની, ટીકા કરે છે તેઓને ઈશ્વર માફ કરવા તૈયાર છે. પરંતુ હું તમને ચેતવણી આપુ છું કે પવિત્ર આત્મા જે કરે છે તેના વિષે જેઓ દુષ્ટ બાબતો બોલશે તે લોકોને તેઓ માફ નહિ કરે. ઈશ્વર તેઓને હમણાં કે આવનાર દુનિયામાં પણ, માફ નહીં કરે."
33 "જ્યારે તમે ઝાડ પરનું ફળ જુઓ, ત્યારે તમે નક્કી કરો છો કે તે ફળ સારું છે કે ખરાબ. જો તે સારું હોય, તો તમે જાણો છો કે તેનું ઝાડ પણ સારું છે. જો હું સારી બાબતો કરું છું, તો તમારે જાણવું જોઈએ કે હું સારો છું કે નહીં. 34 તમે ઝેરી સાપોના બચ્ચા જેવા છો! તમે દુષ્ટ છો તે કારણ તમે કઈ સારું બોલી શકતા નથી. માણસ જે બોલે છે તે બતાવે છે કે તેની અંદર શું છે. 35 સારા લોકો સારી બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ સારી બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓ તેને બહાર લાવી શકે છે. પરંતુ દુષ્ટ લોકો દુષ્ટ બાબતો બોલે છે. કારણ કે તેઓએ સુરક્ષિત જગ્યાએ સર્વ દુષ્ટ બાબતોનો સંગ્રહ કરી રાખ્યો છે અને ગમે તે સમયે તેઓએ જ્યાં તેનો સંગ્રહ કર્યો હોય ત્યાંથી બહાર લાવી શકે છે. 36 હું તમને કહું છું કે તે દિવસે જ્યારે ઈશ્વર ન્યાય કરશે, ત્યારે તે લોકોને જે દરેક નકામા શબ્દો તેઓ બોલ્યા હશે તે યાદ કરાવશે, અને તેઓ જે બોલ્યા હશે તેના દ્વારા તેઓ લોકોનો ન્યાય કરશે. 37 તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને ન્યાયી જાહેર કરશે, અથવા તમારા બોલેલા શબ્દોના આધારે ઈશ્વર તમને દોષિત જાહેર કરશે."
38 પછી ફરોશીઓમાંના કેટલાક અને યહૂદી નિયમના શિક્ષકોએ ઈસુને જવાબ આપ્યો, "ગુરુજી, અમારે તમને ચમત્કાર કરતાં જોવા છે કે જેથી અમે માનીએ કે ઈશ્વરે તમને મોકલ્યા છે." 39 પછી ઈસુએ તેઓને કહ્યું, "પહેલેથી જ તમે લોકોએ મને ચમત્કાર કરતાં જોયો છે, પરંતુ તમે દુષ્ટ છો અને તમે વિશ્વાસુપણે ઈશ્વરને ભજતા નથી! તમે ઇચ્છો છો કે હું સાબિત કરું કે ઈશ્વરે મને મોકલ્યો છે, પરંતુ ઈશ્વર તમને માત્ર એક જ ચમત્કાર બતાવશે. તે તો યૂના પ્રબોધક સાથે જે થયું તેના જેવું હશે. 40 ઈશ્વર યૂનાને પાણીમાંથી બહાર લાવ્યા તે અગાઉ, તે ત્રણ દિવસ અને રાત મોટી માછલીના પેટમાં હતો. તેવી જ રીતે, ઈશ્વર જ્યારે મને, માણસના દીકરાને, જીવિત કરશે, તે અગાઉ હું ત્રણ દિવસ અને રાત પૃથ્વીના ઊંડાણમાં હોઈશ. 41 જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે જે લોકો નિનવે નગરમાં જીવતા હતા તેઓ તમારી બાજુમાં તેમની સામે ઊભા રહેશે. પરંતુ જ્યારે યૂનાએ તેમને ચેતવ્યા ત્યારે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું. હવે હું આવ્યો છું, અને હું યૂના હતો તેના કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી ઈશ્વર તમારો ન્યાય કરશે. 42 ઘણા સમય અગાઉ, ઇઝરાયલની દક્ષિણથી શેબાની રાણી, સુલેમાન રાજાનું ડહાપણયુક્ત શિક્ષણ સાંભળવા ઘણા દૂરના પ્રદેશથી આવી હતી. હવે હું તમારી મધ્યે આવ્યો છું, અને હું સુલેમાન હતો તે કરતાં ઘણો જ મહત્વપૂર્ણ છું, પરંતુ તમે પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેથી જ્યારે ઈશ્વર સર્વનો ન્યાય કરશે, ત્યારે શેબાની રાણી તેમની સામે તમારી બાજુમાં ઊભી હશે, અને તે તમને દોષિત ઠરાવશે."
43 "કેટલીક વખત જ્યારે દુષ્ટાત્મા વ્યક્તિમાંથી બહાર જાય છે, ત્યારે અન્ય કોઈમાં તે વિસામો લઇ શકે તેને શોધતો, તે ઉજ્જડ પ્રદેશમાં ભટકે છે. જો તેને કોઈ ન મળે, 44 તો તે પોતાને કહે છે, 'જે વ્યક્તિની અંદર હું રહેતો હતો તેનામાં પાછો જઈશ.' તેથી તે પાછો જાય છે અને ખાતરી કરે છે કે ઈશ્વરનો આત્મા તે માણસના જીવનમાં નથી. તે વ્યક્તિનું જીવન તો તે ઘરના જેવું હશે, કે જે વાળીને ચોખ્ખું કરવામાં આવ્યું હોય અને સર્વ બાબતો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી હોય, પરંતુ તે ખાલી છે. 45 પછી એ દુષ્ટાત્મા જાય છે અને બીજા સાત અતિ દુષ્ટ એવા દુષ્ટાત્માઓને લાવે છે, અને તેઓ સર્વ તે માણસમાં પ્રવેશે છે અને ત્યાં રહેવા લાગે છે. તેથી, અગાઉ તો તે વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હતી, પણ હવે તે વધારે ખરાબ થશે. તમે દુષ્ટ લોકો કે જેઓએ મને શીખવતા સાંભળ્યો છે તેઓ તમે એ જ અનુભવ કરશો."
46 હજુ તો ઈસુ ટોળા સાથે વાત કરતા હતા, તેટલામાં તેમના માતા અને નાના ભાઈઓ આવ્યા. તેઓ ઘરની બહાર ઊભા રહ્યાં, અને તેઓ તેમની સાથે વાત કરવા માગતાં હતાં. 47 કોઈએ તેમને કહ્યું, "તમારાં માતા અને નાના ભાઈઓ ઘરની બહાર ઊભા છે, અને તેઓ તમારી સાથે વાત કરવા માગે છે." 48 પછી ઈસુએ તે વ્યક્તિ કે જેણે તેમને તે કહ્યું હતું તેને કહ્યું, "હું તને કહીશ કે મારી માતા અને મારા ભાઈઓ ખરેખર કોણ છે." 49 પછી તેમણે શિષ્યો તરફ દર્શાવતાં કહ્યું, "તે આ જ લોકો છે કે જેઓએ મારાં માતા અને ભાઈઓનું સ્થાન લીધું છે. 50 જેઓ મારા સ્વર્ગમાંના પિતા જે ઇચ્છે છે તે કરે છે, તેઓ જ મારા ભાઈઓ, બહેનો અથવા મારી માતાનું સ્થાન લે છે.