હેરોદે વિચાર્યું કે મરણમાંથી પાછો ઉઠેલો યોહાન બાપ્તિસ્મા છે [૧૪:૪]
હેરોદે તેની ભાઈની પત્ની સાથે લગ્ન કર્યા હતા [૧૪:૪]
હેરોદે યોહાન બાપ્તિસ્માને તરત જ મારી ના નાખ્યો કેમ કે લોકો યોહાનને પ્રબોધક માનતા હોવાથી તે બીધો [૧૪:૫]
હેરોદીઆસ જે માંગશે તે તેને આપવાના હેરોદે સમ ખાધા [૧૪:૭]
હેરોદીઆસે થાળીમાં યોહાન બાપ્તિસ્માનું માથું માંગ્યું [૧૪:૮]
મેજ પર લોકો તેની સાથે બેઠા હતા તેઓની આગળ તેણે સમ ખાધા હોવાથી હેરોદે હેરોદીઆસની વિનંતી માની [૧૪:૯]
ઈસુને તેમની પર દયા આવી અને તેમના રોગો સાજા કર્યા [૧૪:૧૪]
ટોળાને ખવડાવવાનો પડકાર ઈસુ તેમના શિષ્યોને આપે છે [૧૪:૧૬]
ઈસુ આકાશ તરફ જુએ છે, આશીર્વાદ આપે છે અને રોટલી તોડીને તેમના શિષ્યોને ટોળાને આપવા માટે આપે છે [૧૪:૧૯]
લગભગ પાંચ હજાર માણસો જમ્યા અને તેમની સાથે સ્ત્રીઓ અને બાળકો હતા, ત્યાં વધેલા ખાવાના બાર ટોપલા ભરાયા [૧૪:૨૦-૨૧]
ટોળાને દૂર મોકલ્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર ગયા [૧૪:૨૩]
પવન અને મોજાંના કારણે શિષ્યોની હોડી નિયંત્રિત ના હતી [૧૪:૨૪]
ઈસુ પાણીની ઉપર ચાલીને શિષ્યો પાસે ગયા [૧૪:૨૫]
ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે હિમત રાખો અને ડરશો નહિ [૧૪:૨૭]
ઈસુએ પિતરને આવીને પાણી [પર ચાલવા કહ્યું [૧૪:૨૯]
પિતર પાણીમાં ડૂબવા લાગ્યો કેમ કે તે ડરી ગયો હતો [૧૪:૩૦]
પિતર અને ઈસુ હોડીમાં ચઢ્યા ત્યારે પવન બંધ થયો [૧૪:૩૨]
જયારે શિષ્યોએ આ જોયું ત્યારે તેમણે ઈસુની આરાધના કરી અને કહ્યું કે તે ઈશ્વરનો દીકરો છે [૧૪:૩૩]
જયારે ઈસુ અને શિષ્યો સમુદ્રની બીજી બાજુએ જતા હતા ત્યારે લોકો બીમારોને ઈસુની પાસે લઈને આવ્યા [૧૪:૩૫]