Matthew 13

Matthew 13:1

Matthew 13:3

ઈસુના બી વાવનારના દ્રષ્ટાંતમાં માર્ગે પડેલા બી નું શું થયું?

માર્ગે પડેલા બી ને પક્ષીઓ આવીને ખાઈ ગયા [૧૩:૪]

ઈસુના બી વાવનારના દ્રષ્ટાંતમાં ખડક પર પડેલા બી નું શું થયું?

ખડક પર પડેલા બી વહેલા ઉગી નીકળ્યા પણ સૂરજ નીકળ્યો અને ચીમળાઈ ગયા [૧૩:૫-૬]

Matthew 13:7

ઈસુના બી વાવનારના દ્રષ્ટાંતમાં કાંટાળી જમીન પર પડેલા બી નું શું થયું?

ઈસુના બી વાવનારના દ્રષ્ટાંતમાં કાંટાળી જમીન પર પડેલા બી કાંટાઓથી દબાઈ ગયા [૧૩:૭]

ઈસુના બી વાવનારના દ્રષ્ટાંતમાં સારી જમીન પર પડેલા બી નું શું થયું?

સારી જમીન પર પડેલા બી વધ્યાં, કેટલાંકે સોગણા,કેટલાંકે સાઠ ગણા, કેટલાંકે ત્રીસ ગણા ફળો આપ્યા [૧૩:૮]

Matthew 13:10

Matthew 13:13

યશાયાની ભવિષ્ય વાણીમાં લોકો સાંભળશે, જોશે પણ શું નહિ કરે?

યશાયાની ભવિષ્ય વાણીમાં લોકો સાંભળશે પણ સમજશે નહિ; તેઓ જોશે પણ તેમને સૂઝશે નહિ [૧૩:૧૪]

Matthew 13:15

જેઓ ઈસુને સાંભળે છે પણ સમજતા નથી તેઓનું શું છે?

જેઓ ઈસુને સાંભળે છે પણ સમજતા નથી તેઓના મન જડ થઈ ગયા છે તેઓના કાન બહેર મારી ગયા છે અને તેની આંખો મીંચેલી છે [૧૩:૧૫]

Matthew 13:16

Matthew 13:18

ઈસુના દ્રષ્ટાંતમાં રસ્તાની કોરે પડેલા બી કેવા પ્રકારનું વ્યક્તિ છે?

રસ્તાની કોરે પડેલા બી એવો વ્યક્તિ છે જે વચન સાંભળે છે પછી શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તેને છીનવીને લઇ જાય છે [૧૩:૧૯]

Matthew 13:20

ઈસુના દ્રષ્ટાંતમાં, ખડક પર પડેલા બી કેવા પ્રકારનું વ્યક્તિ છે?

ખડક પર પડેલા બી એવો વ્યક્તિ છે જે વચન સાંભળે છે અને તેને તે હર્ષથી સ્વીકારી લે છે પણ જયારે સતાવણી આવે છે ત્યારે તે ઠોકર ખાય છે [૧૩:૨૦-૨૧]

Matthew 13:22

ઈસુના દ્રષ્ટાંતમાં,કાંટાળી જમીન પર પડેલા બી કેવા પ્રકારનો વ્યક્તિ છે?

કાંટાળી જમીન પર પડેલા બી એવો વ્યક્તિ છે જે વચન સાંભળે છે અને જગતની ચિંતા અને દ્રવ્યની માયા તે દબાવી નાંખે છે [૧૩:૨૨]

ઈસુના દ્રષ્ટાંતમાં, સારી જમીનમાં પડેલા બી કેવા પ્રકારનો વ્યક્તિ છે?

સારી જમીનમાં પડેલા બી એવો વ્યક્તિ છે કે જે વચન સાંભળે છે અને સમજે છે અને પછી ફળ લાવે છે [૧૩:૨૩]

Matthew 13:24

Matthew 13:27

ઈસુના કડવા દાણા ના દ્રષ્ટાંતમાં, ખેતરમાં કડવા દાણા કોણ વાવે છે?

ખેતરમાં કડવા દાણા વૈરી વાવે છે [૧૩:૨૮]

Matthew 13:29

માલિક ચાકરોને ઘઉં અને કડવા દાણા વિષે શું સુચના આપે છે?

માલિકે ચાકારોને કહ્યું કે કાપણીના વખત સુધી બંનેને સાથે વધવા દો અને કડવા દાણા ભેગા કરીને બાળવા અને ઘઉં વખારમાં ભરવા [૧૩:૩૦]

Matthew 13:31

ઈસુના રાઈના દાણાના દ્રષ્ટાંતમાં, રાઈના નાના દાણાનું શું થાય છે?

રાઈનો દાણો બીજા બધા છોડવા કરતા વધુ વધે છે કે પક્ષીઓ તેની ડાળીઓ પર માળો બાંધે છે [૧૩:૩૧-૩૨]

Matthew 13:33

ઈસુએ કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું કેવીરીતે છે?

ઈસુએ કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે જે ત્રણ માપ લોટમાં ભેળવી દીધો ત્યાં સુધી કે તે બધો ખમીર વાળો ના થયો [૧૩:૩૩]

Matthew 13:34

Matthew 13:36

કડવા દાણાના દ્રષ્ટાંતમાં, સારા દાણા કોણ વાવે છે,ખેતર શું છે, સારા દાણા કોણ છે, કડવા દાણા કોણ છે અને કડવા દાણા કોણ વાવે છે?

સારા દાણા માણસનો દીકરો વાવે છે, ખેતર જગત છે, સારા બી રાજ્યના સંતાન છે, કડવા દાણા શેતાનના સંતાન છે, કડવા દાણા શેતાન વાવે છે [૧૩:૩૭-૩૯]

Matthew 13:40

જગતના અંતે દુષ્ટ કરનારાઓનું શું થશે?

જગતના અંતે દુષ્ટ કાર્યો કરનારાઓને આગની ભઠ્ઠીમાં નાંખવામાં આવશે [૧૩:૪૨]

જગતના અંતે ન્યાયીઓનું શું થશે?

જગતના અંતે ન્યાયી સૂર્યની જેમ પ્રકાશશે [૧૩:૪૩]

Matthew 13:44

ઈસુના દ્રષ્ટાંતમાં, જે માણસને ખેતરમાંથી દ્રવ્ય મળે છે કે જે આકાશના રાજ્યને રજુ કરે છે તે તેનું શું કરે છે?

તે માણસ જેને દ્રવ્ય મળ્યું તે પોતાનું બધું જ વેચી દઈને તે ખેતર ખરીદી લે છે [૧૩:૪૪]

ઈસુના દ્રષ્ટાંતમાં, ઘણી કિમતનું મોતી શોધનાર વ્યક્તિ શું કરે છે કે જે આકાશના રાજ્યને બતાવે છે?

તે વ્યક્તિ જેને મોતી શોધ્યો છે તે પોતાનું બધું જ વેચી દઈને તે તેને ખરીદી લે છે [૧૩:૪૫-૪૬]

Matthew 13:47

પ્ર જાળનું દ્રષ્ટાંત કેવું છે અને જગતના અંતે તેનું શું થશે?

સારી વસ્તુને ખરાબ વસ્તુથી અલગ કરી તેમ જગતના અંતે ન્યાયીઓને દુષ્ટોથી અલગ કરીને આગની ભઠ્ઠીમાં ફેંકવામાં આવશે [૧૩:૪૭-૫૦]

Matthew 13:49

Matthew 13:51

Matthew 13:54

જયારે તેઓએ સાંભળ્યું કે ઈસુ બોધ કરે છે ત્યારે તેના પ્રદેશના લોકોએ ઈસુ વિષે શું પ્રશ્ન પૂછ્યો?

લોકોએ પૂછ્યું કે, "આ માણસ પાસેથી આ ચમત્કારો અને જ્ઞાન ક્યાંથી આવ્યું [૧૩:૫૪]

Matthew 13:57

ઈસુએ કહ્યું કે પ્રબોધાકનું તેના શહેરમાં શું થાય છે?

ઈસુએ કહ્યું કે પ્રબોધક તેના પોતાના દેશમાં માન વગરનો છે [૧૩:૫૭]

લોકોના અવિશ્વાસના કારણે ઈસુના પોતાના પ્રદેશમાં શું થયું?

લોકોના અવિશ્વાસના કારણે, ઈસુ તેના પોતાના પ્રદેશમાં ઘણા ચમત્કારો ના કરી શક્યા [૧૩:૫૮]