ફરોશીઓએ ઈસુના શિષ્યોને ફરિયાદ કરી કે ઈસુના શિષ્યો કણસલા તોડીને ખાતા હતા, કે જેવિશ્રામવારના દિવસે ખાવું ઉચિત નહોતું [૧૨:૨]
ઈસુએ કહ્યું કે ભક્તિસ્થાન કરતા તે મોટા છે [૧૨:૬]
માણસના દીકરો, ઈસુ, વિશ્રામવારનો પણ પ્રભુ છે [૧૨:૮]
ફરોશીઓએ ઈસુને પૂછ્યું કે ,"વિશ્રામવારે સાજો કરવો ઉચિત છે?" [૧૨:૧૦]
ઈસુએ કહ્યું કે ઈસુએ કહ્યું કે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે [૧૨:૧૨]
ફરોશીઓએ નીકળીને તેની વિરુધ્ધ તેને મારી નાખવાની મસલત કરી [૧૨:૧૪]
ઈસુ ઝગડો નહિ કરશે, બૂમ નહિ પાડશે, છુન્દેલું બરુ તે ભાંગી નહિ નાખશે અથવા ધુઆતું શન પણ તે નહિ હોલવશે [૧૨:૧૯-૨૦]
વિદેશીઓ ઈસુમાં કોણ લોકો વિશ્વાસમાં રહેશે અને ઈશ્વરનું ન્યાયીકરણ સાંભળશે [૧૨:૧૮,૨૧]
ઈસુએ કહ્યું કે જો શેતાન શેતાનને બહાર કાઢે તો પછી શેતાનનું રાજ્ય કેવીરીતે ઉભું રહેશે [૧૨:૨૬]?
ઈસુએ કહ્યું કે જો તે ઈશ્વરના આત્માથી અશુધ્ધ આત્મા કાઢતો હોય તો ઈશ્વરનું રાજ્ય તેમના પર આવશે [૧૨:૨૮]
ઈસુએ કહ્યું કે આત્માની વિરુધ્ધ દુર્ભાષણનું પાપ માફ નહીં કરવામાં આવે [૧૨:૩૧]
ઝાડ તેના ફળથી ઓળખાય છે [૧૨:૩૩]
ઈસુએ કહ્યું કે ફરોશીઓ તેમની જ વાતોથી ન્યાયી અને દોષી ઠરાવાશે [૧૨:૩૭]
ઈસુએ કહ્યું કે તે પેઢીને યુનાની નિશાની આપશે, તેની જેમ તે ત્રણ રાત અને દિવસ સુધી પૃથ્વીના પેટમાં રહ્યો [૧૨:૩૯-૪૦]
ઈસુએ કહ્યું કે યુના કરતા તે મોટા છે [૧૨:૪૧]
નીનવેહના માણસો અને દક્ષિણની રાણી ઈસુની પેઢીના લોકોને અપરાધી ઠરાવશે કેમ કે તેમણે ઈશ્વરના વચનો સુલેમાન અને યુનાથી સાંભળ્યા પણ ઈસુની પેઢીના લોકોએ તો માણસના દીકરાથી પણ વચન ના સાંભળ્યા કે જે યુના અને સુલેમાન કરતા મોટો છે [૧૨:૪૧-૪૨]
ઈસુએ કહ્યું કે સુલેમાન કરતા તે મોટા છે [૧૨:૪૨]
ઈસુની પેઢીના લોકો એ માણસની જેમ થશે જેનામાંથી અશુધ્ધ આત્મા દૂર જતો રહે છે કેમ કે અશુધ્ધ આત્મા બીજા સાત અશુધ્ધ આત્મા સાથે પાછો આવે છે અને માણસની છેલ્લી અવસ્થા પહેલા કરતા ખરાબ થાય છે [૧૨:૪૩-૪૫]
ઈસુએ કહ્યું કે જેઓ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ તેના માતા, ભાઈ અને બહેન છે [૧૨:૪૬-૫૦]