Matthew 11

Matthew 11:1

નગરોમાં બોધ કરવાને અને વાત પ્રગટ કરવાને ગયા પહેલા ઈસુએ શું પૂરું કર્યું?

નગરોમાં બોધ કરવાને અને વાત પ્રગટ કરવાને ગયા પહેલા ઈસુએ શિષ્યોને આજ્ઞા આપવાનું પૂરું કર્યું [૧૧:૧]

યોહાન બાપ્તિસ્માએ ઈસુને શું સંદેશ મોકલ્યો?

યોહાન બાપ્તિસ્માએ ઈસુને સંદેશ મોકલ્યો કે, "શું તું આવનાર છે અથવા કે અમે કોઈ બીજાની રાહ જોઈએ" [૧૧:૩]?

Matthew 11:4

ઈસુએ કહ્યું કે તે આવનાર જ છે તેની સાબિતી શું થઇ હતી?

ઈસુએ કહ્યું કે બીમાર સાજા થાય છે,મૂએલા ઉઠાડાય છે અને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે [૧૧:૫]

જે તેના સંબંધી ઠોકર ખાતું નથી તેને ઈસુ શું વચન આપે છે?

જે તેના સંબંધી ઠોકર ખાતું નથી તેને ઇસુ ધન્ય કહે છે [૧૧:૬]

Matthew 11:7

Matthew 11:9

યોહાન બાપ્તિસ્માએ તેના જીવન દરમિયાન શું કર્યું હતું?

યોહાન બાપ્તિસ્મા જે આવનાર માટે રસ્તો તૈયાર કરવાનો હતો તેને વિષે પ્રચાર કરતો હતો [૧૧:૯-૧૦]

Matthew 11:11

Matthew 11:13

ઈસુએ કહ્યું કે યોહાન બાપ્તિસમાં કોણ છે?

ઈસુએ કહ્યું કે યોહાન બાપ્તીસમાં એલિયા છે [૧૧:૧૪]

Matthew 11:16

Matthew 11:18

આ પેઢીએ યોહાન બાપ્તિસમાં જે ખાતો પીતો આવ્યો નહોતો તેને વિષે શું કહ્યું?

આ પેઢીએ કહ્યું કે યોહાન બાપ્તીસ્માને અશુધ્ધ આત્મા વળઘેલું છે [૧૧:૧૮]

આ પેઢીએ ઈસુ જે ખાતો પીતો આવ્યો હતો તેને વિષે શું કહ્યું?

આ પેઢીએ ઈસુને ખાઉધરો અને દારુબાજ તથા દાણી અને પાપીઓનો મિત્ર કહ્યું [૧૧:૧૯]

Matthew 11:20

જે નગરોમાં ઈસુના મોટા કામો થયા હોવા છતાં જેમણે પસ્તાવો કર્યો નહોતો ત્યાં ઈસુએ શું જાહેર કર્યું?

જે નગરોમાં ઈસુના મોટા કામો થયા હોવા છતાં જેમણે પસ્તાવો કર્યો નહોતો ત્યાં ઈસુએ ન્યાય જાહેર કર્યો [૧૧:૨૦-૨૪]

Matthew 11:23

Matthew 11:25

આકાશનું રાજ્ય કોનાથી ગુપ્ત રખાયેલું હોવાથી ઈસુએ પિતાની સ્તુતિ કરી?

આકાશનું રાજ્ય જ્ઞાનીઓ અને તર્ક શાસ્ત્રીઓથી ગુપ્ત રખાયું હોવાથી ઈસુએ પિતાની સ્તુતિ કરી [૧૧:૨૫]

આકાશનું રાજ્ય કોને પ્રગટ કરાયું હોવાથી ઈસુએ પિતાની સ્તુતિ કરી?

આકાશનું રાજ્ય બાળકોને પ્રગટ કરાયું હોવાથી ઈસુએ પિતાની સ્તુતિ કરી [૧૧:૨૫]

ઈસુએ કહ્યું કોણ પિતાને જાણે છે?

ઈસુએ કહ્યું કે તે પિતાને જાણે છે અને તે જેને ઈચ્છે તેને પ્રગટ કરી શકે છે [૧૧:૨૭]

Matthew 11:28

વિસામાનું વચન ઈસુએ કોને આપ્યું?

વિસામાનું વચન ઈસુએ વૈતરું કરનારા અને ભારથી લદાયેલા લોકોને આપે છે [૧૧:૨૮]