Matthew 10

Matthew 10:1

ઈસુ તેના બાર શિષ્યોને શું અધિકાર આપે છે?

ઈસુ તેના બાર શિષ્યોને અશુધ્ધ આત્મા કાઢવાનો અને વિવિધ પ્રકારના રોગોથી પીડાતા લોકોને સાજા કરવાનો અધિકાર આપે છે [૧૦:૧]

Matthew 10:2

ઈસુને પરાધીન કરનાર શિષ્યનું નામ શું છે?

ઈસુને પરાધીન કરનાર શિષ્યનું નામ યહુદા છે [૧૦:૪]

Matthew 10:5

ઈસુ શિષ્યોને એ સમયે ક્યાં મોકલે છે?

ઈસુ શિષ્યોને ઈઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાઓની પાસે મોકલે છે [૧૦:૬]

Matthew 10:8

શું શિષ્યોએ તેમની સાથે લઇ જવા પૈસા કે બીજા કપડાની થેલીઓ લેવાની હતી?

ના, શિષ્યોએ તેમની સાથે લઇ જવા પૈસા કે બીજા કપડાની થેલીઓ લેવાની નહોતી [૧૦:૯-૧૦]

Matthew 10:11

એક ગામથી બીજે ગામ તેઓ જતા હતા ત્યારે શિષ્યોએને ક્યાં રોકાવાનું હતું?

શિષ્યોએ કોઈ એક યોગ્ય વ્યક્તિની તપાસ કરીને ત્યાંથી નીકળે નહિ ત્યાં સુધી ત્યાં જ રોકાવાનું હતું [૧૦:૧૧]

Matthew 10:14

શિષ્યોના વચન નહિ સાંભળનાર અથવા તેમનો આવકાર નહિ કરનારા શહેર ઉપર શું ન્યાય આવશે?

શિષ્યોના વચન નહિ સાંભળનાર અથવા તેમનો આવકાર નહિ કરનારા શહેરનો હાલ સદોમ અને ગમોરાહના હાલ કરતા ખરાબ થશે [૧૦:૧૪-૧૫]

Matthew 10:16

ઈસુએ કહ્યું લોકો શિષ્યો સાથે શું કરશે?

ઈસુએ કહ્યું કે લોકો શિષ્યોને ન્યાય સભાને સોંપશે, કોરડા મારશે અને અધિકારીઓ અને રાજાઓની આગળ લઈ જશે [૧૦:૧૭-૧૮]

Matthew 10:19

જયારે શિષ્યોને સોંપવામાં આવશે ત્યારે તેમની મારફતે કોણ બોલશે?

જયારે શિષ્યોને સોંપવામાં આવશે ત્યારે તેમની મારફતે ઈશ્વર પિતાનો આત્મા બોલશે [૧૦:૨૦]

Matthew 10:21

ઈસુએ કહ્યું કે અંતમાં કોણ બચશે?

ઈસુએ કહ્યું કે અંત સુધી જે ટકશે તે જ બચશે [૧૦:૨૨]

Matthew 10:24

જેઓ ઈસુનો દ્રેષ કરે છે તેઓ શિષ્યો સાથે શું કરશે?

જેઓ ઇસુનો દ્રેષ કરે છે તેઓ શિષ્યોનો પણ દ્રેષ કરશે [૧૦:૨૨,૨૪-૨૫]

Matthew 10:26

Matthew 10:28

ઈસુએ કહ્યું કે આપણે કોનાથી બીવું ના જોઈએ?

જે આપણા શરીરને નુકશાન પહોંચાડે છે તેમનાથી નહિ પણ જે આપણા શરીરને અને આત્માને બંનેને નુકશાન પહોચાડે છે તેમનાથી બીવું જોઈએ [૧૦:૨૮]

Matthew 10:32

દરેક જણ જે માણસોની આગળ ઈસુને કબૂલ કરે છે તેનું ઈસુ શું કરશે?

ઈસુ સ્વર્ગીય પિતાની આગળ તેમને કબૂલ કરશે [૧૦:૩૨]

દરેક જણ જે માણસોની આગળ ઈસુને નકારે છે તેનું ઈસુ શું કરશે?

ઈસુ સ્વર્ગીય પિતાની આગળ તેમનો નકાર કરશે [૧૦:૩૩]

Matthew 10:34

કેવા પ્રકારના ભાગલા ઈસુ લાવવાનું કહ્યું?

ઈસુએ કહ્યું કે તે ઘરમાં જ ભાગલા પડાવવાને આવ્યા છે [૧૦:૩૪-૩૬]

Matthew 10:37

ઈસુને માટે જે પોતાનો જીવ ખોવે છે તે શું મેળવશે?

ઈસુને માટે જે પોતાનો જીવ ખોવે છે તે તેને બચાવશે [૧૦:૩૯]

Matthew 10:40

Matthew 10:42

શિષ્યને જે કોઈ ઠંડા પાણીનો પ્યાલો આપે છે તે શું મેળવશે?

શિષ્યને જે કોઈ ઠંડા પાણીનો પ્યાલો આપે છે તે તેનો બદલો મેળવશે [૧૦:૪૨]