ઈસુને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એનું ઉદાહરણ આપવા માટે તેમણે પક્ષઘાતીને કહ્યું કે તારા પાપ તને માફ થયા છે [૯:૫-૬]
તેઓ ભયભીત થયા અને ઈશ્વરની સ્તુતિ કરી કે આ પ્રકારનો અધિકાર તેણે માણસોને આપ્યો છે [૯:૮]
ઈસુને અનુસર્યા પહેલા માથ્થી દાણી હતો [૯:૯]
ઈસુ અને તેના શિષ્યો દાણી અને પાપી લોકો સાથે જમતા હતા [૯:૧૦]
ઈસુ પાપીઓને પસ્તાવો કરવાને બોલાવવા આવ્યા હતા [૯:૧૩]
ઈસુએ કહ્યું તેના શિષ્યો ઉપવાસ નથી કરતા કેમકે હમણાં તેઓ તેમની સાથે હતા [૯:૧૫]
ઈસુએ કહ્યું કે જયારે તેઓ તેમના શિષ્યોની સાથે નહિ હોય ત્યારે તેઓ ઉપવાસ કરશે [૯:૧૫]
લોહીવા વાળી સ્ત્રીએ ઈસુના કપડાંને એ વિચારીને અડક્યા કે જો તે ફક્ત ઈસુના કપડાંને અડકશે તો તે સારી થઈ જશે [૯:૨૦-૨૧]
ઈસુએ કહ્યું કે લોહીવા વાળી સ્ત્રીને તેના વિશ્વાસથી સાજી થઈ છે [૯:૨૨]
લોકોમ ઈસુ પર હાસ્ય કેમકે ઈસુએ કહ્યું હતું કે છોકરી મારી નથી પણ ઊંઘી ગઈ છે [૯:૨૪]
આખા પ્રદેશમાં ઈસુએ છોકરીને મૃત્યુમાંથી ઉભી કરી છે તેના સમાચાર ફેલાઈ ગયા [૯:૨૬]
"ઓ દાઉદના પુત્ર અમારા પર દયા કર" એ બુમો પાડવાનું બે આંધળાઓએ ચાલુ રાખ્યું [૯:૨૭]
તેમના વિશ્વાસ પ્રમાણે ઈસુએ તેમને સાજા કર્યા [૯:૨૯]
ફરોશીઓએ આરોપ મૂક્યો કે ઈસુ અશુધ્ધ આત્માના સરદારની મદદથી અશુધ્ધ આત્મા કાઢે છે [૯:૩૪]
ઈસુને ટોળા પર દયા આવી કેમકે પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા અને વેરાઈ ગયેલા હતા [૯:૩૬[
ઈસુ શિષ્યોને તાત્કાલિક પ્રાર્થના કરવાનું કહે છે કે પોતાની ફસલ કાપવાને માટે ફસલના મજુરો મોકલે [૯:૩૮]