Matthew 8

Matthew 8:1

Matthew 8:4

ઈસુએ કહ્યું કે સાજા થયેલા કોઢીએ કેમ યાજકની પાસે જઈને મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ ચઢાવું જોઈએ?

ઈસુએ કહ્યું કે સાજા કોઢીએ યાજક પાસે સાક્ષી તરીકે જવું જોઈએ [૮:૪]

Matthew 8:5

જયારે જમાદારે તેને પક્ષઘાતી ચાકર વિષે કહ્યું ત્યારે ઈસુએ કહ્યું તે શું કરશે?

ઈસુએ કહ્યું કે તે જમાદારના ઘરે જઈને તેના ચાકરને સાજો કરશે [૮:૭]

Matthew 8:8

જમાદારે ઈસુને કેમ કહ્યું કે તેણે તેના ઘરે આવવાની જરૂર નથી?

જમાદારે કહ્યું કે ઈસુ તેના ઘરે આવે તેને યોગ્ય તે નથી અને ઇસુ ફક્ત શબ્દ બોલે અને તેનો ચાકર સાજો થશે [૮:૮]

ઈસુ જમાદારને શું પૂરક આપે છે?

ઈસુએ કહ્યું કે જમાદાર જેવો વિશ્વાસ મેં ઈઝરાયલમાં પણ જોયો નથી [૮:૧૦]

Matthew 8:11

ઈસુએ કહ્યું સ્વર્ગના રાજ્યમાં કોણ આવીને મેજ પર બેશસે?

ઈસુએ કહ્યું કે ઘણા પૂર્વથી અને પશ્ચિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં મેજ પર બેશસે [૮:૧૧]

બહારના અંધારામાં કે જ્યાં રડવું અને દાંત પીસવું થશે કોણ ફેંકાશે?

ઈસુએ કહ્યું કે રાજ્યના દીકરાઓને બહારના અંધારામાં નખાશે [૮:૧૨]

Matthew 8:14

પિતરના ઘરે ઈસુએ કોને સાજા કર્યા?

જયારે તે પિતરના ઘરે ગયા ત્યારે ઈસુએ પિતરની સાસુને સાજી કરી [૮:૧૪-૧૫]

Matthew 8:16

અશુધ્ધ આત્મા અને બીમારોને ઈસુ સજા કરતા હતા ત્યારે યશાયાની કઈ ભવિષ્ય વાણી પૂરી થઈ?

"તેણે પોતે આપણા મંદવાડ લીધા અને આપણા રોગ ભગાવ્યા" તે ભવિષ્ય વાણી પૂરી થઈ [૮:૧૭]

Matthew 8:18

શાસ્ત્રીએ તેમને અનુસરવાનું કહ્યું ત્યારે તેમના જીવવા વિષે ઈસુએ શું કહ્યું?

ઈસુએ કહ્યું કે તેની પાસે નિશ્ચિત ઘર નથી [૮:૨૦]

Matthew 8:21

જયારે તેના શિષ્યએ કહ્યું કે તેને તેના પિતાને દફનાવી આવવા દે ત્યારે ઈસુએ શું કહ્યું?

ઈસુએ તેના શિષ્યને કહ્યું કે તને અનુસરે અને મૂએલાઓને તેમના મુએલાને દાટવા દે [૮:૨૧-૨૨]

Matthew 8:23

સમુદ્રમાં તોફાન શરુ થયું ત્યારે ઈસુ હોડીમાં શું કરતા હતા?

સમુદ્રમાં તોફાન શરુ થયું ત્યારે ઈસુ હોડીમાં સૂતા હતા [૮:૨૪]

Matthew 8:26

જયારે શિષ્યોએ મરવાના ડરથી ઈસુને જગાડયા ત્યારે ઈસુએ તેમને શું કહ્યું?

ઈસુએ કહ્યું કે, "ઓ અલ્પવિશ્વાસીઓ, તમે કેમ ડરો છો?" [૮:૨૬]?

શાંતિ થયા પછી શિષ્યો ઈસુ વિષે કેમ આશ્ચર્ય પામ્યા?

શિષ્યો ઈસુથી આશ્ચર્ય પામ્યા કેમકે પવન અને સમુદ્ર પણ તેની આજ્ઞા માનતું હતું [૮:૨૭]

Matthew 8:28

ઈસુ જયારે ગરદાનીના દેશમાં આવ્યા ત્યારે કેવા પ્રકારનો માણસ તેમને મળ્યો?

ઈસુ બે અશુદ્ધ આત્મા વળગેલા બે બિહામણા માણસોને મળ્યા [૮:૨૮]

માણસથી બોલતા અશુદ્ધ આત્માનો ઈસુ માટે શું વિચાર હતો?

અશુદ્ધ આત્મા વિચારતા હતા કે ઈસુ તેમને સમય પહેલા દુખ આપવા આવ્યા હતા [૮:૨૯]

Matthew 8:30

ઈસુએ જયારે અશુધ્ધ આત્માઓને બહાર કાઢ્યા પછી શું થયું?

જયારે ઈસુએ અશુધ્ધ આત્માઓને બહાર કાઢ્યા ત્યારે તેઓ નીકળીને ભૂંડોના ટોળામાં ગયા અને તે ભૂંડોનું ટોળું સમુદ્રમાં બુમો પાડતું ધસી પડયું [૮:૩૨]

Matthew 8:33

જયારે તેઓ ઈસુને મળવાને નગરની બહાર આવ્યા ત્યારે લોકોએ ઈસુને શું વિનંતી કરી?

લોકોએ ઈસુને વિનંતી કરી કે તેમનો પ્રદેશ તે છોડીને ચાલ્યો જાય [૮:૩૪]