Matthew 5

Matthew 5:1

આત્મામાં જેઓ રાંક છે તેઓ કેમ આશીર્વાદિત છે?

આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે [૫:૩]

જેઓ શોક કરે છે તેઓ કેમ આશીર્વાદિત છે?

જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ દિલાસો પામશે [૫:૪]

Matthew 5:5

જેઓ નમ્ર છે તેઓ કેમ આશીર્વાદિત છે?

જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ પૃથ્વીનું વરસો પામશે [૫:૫]

જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ્યા છે તેઓ કેમ આશીર્વાદિત છે?

જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે કેમ કે તેઓ ધરાશે [૫:૬]

Matthew 5:9

Matthew 5:11

ઈસુના નામે જેઓનું અપમાન કરાશે અને જેઓને સતાવાશે તેઓ કેમ આશીર્વાદિત છે?

ઈસુના નામે જેઓનું અપમાન કરાશે અને જેઓને સતાવાશે તેઓ આશીર્વાદિત છે કેમ કે આકાશમાં તેમની માટે મોટો બદલો છે [૫:૧૧-૧૨]

Matthew 5:13

Matthew 5:15

વિશ્વાસીઓએ લોકો આગળ પોતાનું અજવાળું કેવું ફેલાવા દેવું જોઈએ?

રૂડી કરણીઓથી વિશ્વાસીઓએ લોકો આગળ પોતાનું અજવાળું ફેલાવા દેવું જોઈએ [૫:૧૫-૧૬]

Matthew 5:17

જૂના કરારના પ્રબોધાકો અને નિયમોનું ઈસુ શું કરવા આવ્યા હતા?

જૂના કરારના પ્રબોધાકો અને ભવિષ્યવાણીઓને પૂર્ણ કરવા આવ્યા હતા [૫:૧૭]

Matthew 5:19

આકાશના રાજ્યમાં સૌથી મોટો કોણ કહેવાશે?

જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને બીજાને શીખવાડે છે તે આકાશના રાજ્યમાં સૌથી મોટો કહેવાશે [૫:૧૯]

Matthew 5:21

ઈસુએ કહ્યું તેઓ જેઓ ખૂન કર્યું તેઓ જ ન્યાયના જોખમમાં આવશે તેમ નહિ પરંતુ બીજા પણ ન્યાયના જોખમમાં આવશે?

ઈસુએ કહ્યું તેઓ જેઓ ખૂન કર્યું તેઓ જ ન્યાયના જોખમમાં આવશે તેમ નહિ પરંતુ જેઓ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તેઓ પણ ન્યાયના જોખમમાં આવશે [૫:૨૧-૨૨]

Matthew 5:23

જો આપણા ભાઈને આપણી વિરુધ્ધ કંઈ હોય તો ઈસુના શીખવ્યા પ્રમાણે આપણે શું કરવું?

જો આપણા ભાઈને આપણી વિરુધ્ધ કંઈ હોય તો ઈસુના શીખવ્યા પ્રમાણે આપણે જઈને આપણા ભાઈની સાથે સલાહ કરવી જોઈએ [૫:૨૩-૨૪]

Matthew 5:25

આપણો વાદી કોર્ટ પહોંચે તે પહેલા ઈસુના શીખવ્યા પ્રમાણે આપણે શું કરવું જોઈએ?

ઈસુએ શીખવ્યું કે આપણો વાડી કેદખાનું પહોંચે પહેલા તેની સાથે સંમત થવાનો પ્રયત્ન કરવો જોઈએ [૫:૨૫]

Matthew 5:27

ઈસુએ કહ્યું કે વ્યભિચારની સાથે બીજું શું કરવું ખોટું છે?

ઈસુએ કહ્યું કે વ્યભિચાર કરવો એટલું જ નહિ પણ સ્ત્રી પર ખોટી નજર રાખવી પણ ખોટું છે [૫:૨૭-૨૮]

Matthew 5:29

ઈસુએ કહ્યું કે આપણને પાપ કરાવે તેની સાથે શું કરવું જોઈએ ?

ઈસુએ કહ્યું કે આપણને પાપ કરાવે તેનાથી છુટકારો મેળવવો જોઈએ [૫:૨૯-૩૦]

Matthew 5:31

ઈસુ શાને માટે છુટાછેડા માન્ય કરે છે?

વ્યભિચારના કારણે ઇસુ છુટાછેડા માન્ય કરે છે [૫:૩૨]

જો પતિ તેની પત્નીને ખોટી રીતે છૂટાછેડા આપે અને તે ફરી લગ્ન કરે તો તે તેનાથી શું કરાવે છે?

જો પતિ તેની પત્નીને ખોટી રીતે છૂટાછેડા આપે અને તે ફરી લગ્ન કરે તો તે તેનાથી વ્યભિચાર કરાવે છે?

Matthew 5:33

Matthew 5:36

આકાશના,પૃથ્વીના,યરુશાલેમના અથવા પોતાના માથાના સમ ખાવાને બદલે આપણે શું કરવું જોઈએ/

ઈસુએ કહ્યું આ બધાના સમ ખાવાના બદલે આપણે આપણે "હા નું હા" અને "ના નું ના" કહેવું જોઈએ [૫:૩૩-૩૭]

Matthew 5:38

ઈસુએ શીખવ્યું જે દુષ્ટ છે તેની સાથે આપણે શું કરવું જોઈએ?

ઈસુએ શીખવ્યું કે જે દુષ્ટ છે તેની સામા આપણે ના થવું જોઈએ [૫:૩૮-૩૯]

Matthew 5:40

Matthew 5:43

ઈસુએ શીખવ્યું આપણા શત્રુઓ અને આપણને સતાવનારા સાથે આપણે શું કરવું જોઈએ?

ઈસુએ શીખવ્યું કે આપણા શત્રુઓ અને આપણને સતાવનારાને પ્રેમ કરવો ને પ્રાર્થના કરવી જોઈએ [૫:૪૩-૪૪]

Matthew 5:46

ઈસુએ એવું કેમ કહ્યું કે આપણે ફક્ત આપણને પ્રેમ કરનારને જ પ્રેમ ના કરવો જોઈએ પણ આપણા શત્રુઓને પણ પ્રેમ કરવો જોઈએ?

ઈસુએ કહ્યું કે આપણે ફક્ત આપણને પ્રેમ કરનારને જ પ્રેમ ના કરવો જોઈએ પણ આપણા શત્રુઓને પણ પ્રેમ કરવો જોઈએ કેમ કે આપને એ જ કરીએ છીએ જે વિદેશીઓ પહેલેથી જ કરે છે [૫:૪૬-૪૭]