આપણે આપણા ધર્મકૃત્યો ગુપ્તમાં કરવા જોઈએ [૬:૧-૪]
જેઓ ગુપ્તમાં પ્રાર્થના કરે છે તેઓ પિતાથી બદલો પામે છે [૬:૬]
આપણે પિતાને કહેવું જોઈએ કે તેની ઈચ્છા પૃથ્વી પર પૂરી થાય જેમ આકાશમાં થાય છે [૬:૧૦]
જો આપણે બીજાના ઋણોને માફ નહિ કરીએ તો પિતા આપણા પણ ઋણો માફ નહિ કરશે [૬:૧૫]
આપણે લોકોને બતાવ્યા વગર ઉપવાસ કરવો જોઈએ અને પછી પિતા આપણને બદલો આપશે [૬:૧૬-૧૮]
આપણે દ્રવ્ય સ્વર્ગમાં ભેગું કરવું જોઈએ કેમ કે ત્યાં ચોરી થતી નથી કે નાશ થતો નથી [૬:૧૯-૨૦]
જ્યાં આપણું દ્રવ્ય ત્યાં આપણું મન રહેશે [૬:૨૧]
દ્રવ્ય અને ઈશ્વર એ બે માલિકોમાંથી આપણે પસંદ કરવાનું છે [૬:૨૪]
આપણે ખાવા, પીવા અને કપડાં વિષે ચિંતા કરવાની નથી કેમ કે પિતા પક્ષીઓની પણ સંભાળ રાખે છે અને આપણે તેમના કરતા મૂલ્યવાન છીએ [૬:૨૫૫-૨૬]
ઈસુ આપણને યાદ કરાવે છે કે ચિંતા કરવાથી આપણે આપણા કદને એક હાથ ભર વધારી નથી શકતા [૬:૨૭]
આપણે પહેલા તેના રાજ્ય અને તેના ન્યાયીપણાને શોધવું જોઈએ કે આપણી બધી સાંસારિક જરૂરિયાતો પૂરી કરાશે [૬:૩૩]