Matthew 28

Matthew 28:1

મરિયમ માગ્દાલીની અને બીજી મરિયમ ઈસુની કબર પાસે કયા દિવસે અને કયા સમયે ગઈ?

વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે પોહ ફાટ્યો ત્યારે તેઓ ઈસુની કબર પાસે ગયા હતા [૨૮:૧-૨]

ઈસુની કબરથી પથ્થર કેવીરીતે હટ્યો?

પ્રભુના દૂતે નીચે ઉતરીને પથ્થરને હટાવ્યો [૨૮:૨]

Matthew 28:3

જયારે તેઓએ દૂતને જોયો ત્યારે ચોકીદારોએ શું કર્યું?

જયારે તેઓએ દૂતને જોયો ત્યારે ચોકીદારો મારવા જેવા ગભરાઈ ગયા [૨૮:૩-૪]

Matthew 28:5

દૂતે તે બે સ્ત્રીઓને ઇસુ વિષે શું કહ્યું?

દૂતે કહ્યું કે ઇસુ જીવી ઉઠ્યો છે અને તે તમારી આગળ ગાલીલમાં જાય છે [૨૮:૫-૭]

Matthew 28:8

શિષ્યોને કહેવા માટે જતી તે બે સ્ત્રીઓ સાથે રસ્તામાં શું થયું?

સ્ત્રીઓ ઈસુને મળ્યા, અને તેઓએ તેના પગ પકડીને તેનું ભજન કર્યું [૨૮:૮-૯]

Matthew 28:11

જયારે ચોકીદારોએ કબર ઉપર થયેલું મુખ્ય યાજકોને કહ્યું ત્યારે તેમણે શું કર્યું?

મુખ્ય યાજકોએ ઘણી મોટી કિમત ચોકીદારોને આપી અને કહ્યું કે તેઓ એવું કહે કે ઈસુના શિષ્યો તેમનું શરીર ચોરી ગયા છે [૨૮:૧૧-૧૩]

Matthew 28:14

Matthew 28:16

જયારે શિષ્યોએ ઈસુને ગાલીલમાં જોયા ત્યારે તેઓએ શું કર્યું?

શિષ્યોએ ઈસુની આરાધના કરી પણ કેટલાકે તો સંદેહ કર્યો [૨૮:૧૭]

Matthew 28:18

ઈસુને શું અધિકાર આપવામાં આવ્યો છે?

ઈસુને આકાશમાં અને પૃથ્વી પર અધિકાર અપાયો છે [૨૮:૧૮]

ઈસુએ તેના શિષ્યોને કઈ ત્રણ બાબતો કરવાની આજ્ઞા કરી?

ઈસુએ તેના શિષ્યોને જઈને શિષ્યો બનવાની, બાપ્તિસ્મા આપવાની અને ઈસુની સર્વ આજ્ઞા પાળવાનું શીખવતા જવાની આજ્ઞા કરી [૨૮:૧૯-૨૦]

કોના નામે ઈસુ બાપ્તિસ્મા આપવાનું કહે છે?

ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવું [૨૮:૧૯]