વહેલી સવારે મુખ્ય યાજકો અને વડીલો ઈસુને પિલાત હાકેમની પાસે લઇ ગયા [૨૭:૨]
નિર્દોષ લોહી અપરાધી થયું તેને માટે યહુદાને પસ્તાવો થયો અને તેણે સિક્કા પાછા આપી દીધા અને જઈને ગળે ફાંસો ખાધો [૨૭:૩-૫]
પરદેશીઓને દફનાવવા સારું તેમણે કુંભારની જમીન ખરીદી લીધી [૨૭:૬-૭]
આ ઘટનાથી યર્મિયાએ કરેલી ભવિષ્ય વાણી પૂરી થઇ[૨૭:૯-૧૦]
પિલાતે ઈસુને પૂછ્યું કે શું તે યહૂદીઓનો રાજા છે, અને ઈસુએ જવાબ આપ્યો કે "તું તેમ કહે છે" [૨૭:૧૧]
ઈસુ એક શબ્દ પણ બોલતા નથી [૨૭:૧૨-૧૪].
પર્વની રીત પ્રમાણે પિલાત ઈસુને છોડી દેવા માંગતો હતો [૨૭:૧૫-૧૮]
તેણે કહ્યું હતું કે તે નિર્દોષ માણસને કશું જ કરીશ નહિ [૨૭:૧૯]
મુખ્ય યાજ્કો અને વડીલોએ લોકોને ઈસુના બદલે બરાબાસને છોડી દેવાનું કહેવાને સમજાવ્યા હતા [૨૭:૨૦]
ટોળાએ બૂમો પાડી કે ઈસુને વધસ્તંભે ચઢાવો [૨૭:૨૨-૨૩]
પિલાતે એવું કહીને તેના હાથ ધોઈ કાઢ્યા કે આ નિર્દોષ માણસના રક્ત માટે તે નિર્દોષ છે અને પછી ઈસુને લોકોને સોંપી દીધો [૨૭:૨૪]
લોકોએ કહ્યું કે "તેનું લોહી અમારા અને અમારા સંતાનોના માથે"[૨૭:૨૫]
સિપાઈઓએ તેને કિરમજી ઝભ્ભો પહેરાવ્યો, કાંટાનો મુંગટ તેના માથે મુક્યો; તેઓએ તેની મશ્કરી કરી, તેના માથા પર માર્યું અને વધસ્તંભે જડાવાને લઇ ગયા [૨૭:૨૭-૩૧]
સિમોન કુરેનીને ઇસુનો વધસ્થંભ ઊંચકવાનું દબાણ કરવામાં આવ્યું [૨૭:૩૩]
તેઓ ગલગથા જતા હતા જેનો અર્થ "ખોપરીનો સ્થાન"થાય છે [૨૭:૩૩]
સિપાઈઓએ ચિઠ્ઠી નાખીને કપડા વહેંચી લીધા અને ત્યાં બેસીને ચોકી કરી [૨૭:૩૫-૩૬]
તેઓએ લખ્યું કે "ઈસુ યહૂદીઓનો રાજા" [૨૭:૩૭]
બે ચોર ઇસુ સાથે વધસ્તંભે જડાયા હતા [૨૭:૩૮]
તેઓએ ઈસુને પોતાને બચાવવા અને વધસ્તંભથી નીચે ઉતરી આવવા કહ્યું [૨૭:૩૯-૪૪]
છઠ્ઠી હોરથી તે નવમાં કલાક સુધી આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો [૨૭:૪૫]
ઈસુએ બૂમ પાડી કે, "મારા ઈશ્વર,મારા ઈશ્વર તે મને કેમ ત્યજી દીધો"[૨૭:૪૬]
ઈસુએ તેનો પ્રાણ મુક્યો [૨૭:૫૦]
ભક્તિસ્થાનનો પડદો વચ્ચેથી ઉપરથી તે નીચે સુધી ચિરાઈ ગયો [૨૭:૫૧]
ઈસુના મરણ પછી ઘણા સંતો સુએલામાથી ઉઠ્યા અને ઘણાને તેઓ દેખાયા [૨૭:૫૨-૫૩]
સુબેદારે સાક્ષી આપી કે, "ખરેખર તે ઈશ્વરનો દીકરો હતો"[૨૭:૫૪]
ઈસુનો શ્રીમંત શિષ્ય યુસફે, પિલાત પાસે શરીર માંગ્યું અને તેને શણના કપડામાં લપેટીને તેની પોતાની નવી કબરમાં મુક્યો. [૨૭:૫૭-૬૦]
એક મોટો પથ્થર ઈસુના શરીરની કબરના મોંની આગળ મુકવામાં આવ્યો હતો [૨૭:૬૦]
મુખ્ય યાજકો, ફરોશીઓએ ખાતરી કરવા માંગતા હતા કે ઈસુની કબર સલામત છે કે નહિ રખેને કોઈ તેનું શરીર ચોરી જાય [૨૭:૬૨-૬૪]
પિલાતે તેમને પથ્થર ઉપર સીલ મારવાની અને ત્યાં સિપાઈઓ મુકવાની પરવાનગી આપી [૨૭:૬૫-૬૬]