Matthew 24

Matthew 24:1

યરુશાલેમના ભક્તિસ્થાન વિષે ઈસુએ શું ભવિષ્ય વાણી કરી?

ઈસુએ ભવિષ્ય વાણી કરી કે પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર ભક્તિસ્થાનમાં રહેવા દેવામાં આવશે નહિ [૨૪:૨]

Matthew 24:3

ભક્તિસ્થાનની ભવિષ્ય વાણી સાંભળ્યા પછી શિષ્યોએ ઈસુને શું પૂછ્યું?

શિષ્યોએ ઈસુને પૂછ્યું કે આં બધું ક્યારે થશે, તેના આવવાની અને જગતના અંતની શું નિશાની થશે [૨૪:૩]

ઈસુએ કહ્યું કેવા લોકો ઘણાને ભૂલાવશે?

ઈસુએ કહ્યું કે તેઓ ખ્રિસ્ત છે એવું કહીને ઘણાને ભૂલાવશે [૨૪:૫]

Matthew 24:6

ઈસુએ કહ્યું દુઃખોનો આરંભ કઈ ઘટનાઓ થશે?

ઈસુએ કહ્યું કે લડાઈઓ, મરકીઓ, ભૂકંપો દુઃખોનો આરંભ થશે [૨૪:૬-૮]

Matthew 24:9

ઈસુએ કહ્યું એ સમયે વિશ્વાસીઓ વચ્ચે શું થશે?

ઈસુએ કહ્યું કે વિશ્વાસીઓ સતાવ સહન કરશે, ઘણા ઠોકર ખાશે અને એક બીજાને સ્વાધીન કરશે, ઘણાનો પ્રેમ ઠંડો થઇ જશે [૨૪:૯-૧૨]

Matthew 24:12

ઈસુએ કહ્યું કે કોણ બચશે?

ઈસુએ કહ્યું કે જે અંત સુધી ધૈર્ય રાખશે તે જ બચશે [૨૪:૧૩]

અંત પહેલા સુવાર્તા નું શું થશે?

ક. રાજ્યની સુવાર્તા આખા જગતમાં અંત પહેલા પ્રચાર કરાશે [૨૪:૧૪]

Matthew 24:15

જયારે તેઓ પવિત્ર જગ્યામાં અમંગળપણાની નિશાનીને ઉભેલી જુએ ત્યારે તેમણે શું કરવું?

ઈસુએ કહ્યું કે વિશ્વસિઓએ પહાડ પર જતા રહેવું [૨૪:૧૫-૧૮]

Matthew 24:19

એ દિવસોમાં સતાવ કેટલો મોટો હશે?

એ દિવસોમાં, જગતની શરૂઆતથી તે હમણાં સુધી થઇ નથી અને કદી થશે પણ નહિ એવી સતાવણી થશે [૨૪:૨૧]

Matthew 24:23

જુઠા ખ્રીસ્તો અને જૂઠા પ્રબોધકો કેવીરીતે ઘણાને ભૂલાવશે?

જુઠા ખ્રીસ્તો અને જૂઠા પ્રબોધકો ઘણાને ભૂલાવવાને અદભૂત ચિન્હ, ચમત્કાર કરશે [૨૪:૨૪]

Matthew 24:26

આવનાર માણસનો દીકરો કેવો દેખાશે?

આવનાર માણસનો દીકરો પૂર્વથી પશ્ચિમ સુધી ચમકનાર વીજળી જેવો દેખાશે [૨૪:૨૭]

Matthew 24:29

સતાવણીના દિવસોમાં સૂર્ય, ચંદ્ર, અને તારાઓનું શું થશે?

સૂર્ય અને ચંદ્ર અંધકારરૂપ થશે અને તારાઓ આકાશમાંથી ખરી પડશે [૨૪:૨૯]

Matthew 24:30

સામર્થ્ય અને મહા મહિમા સહીત જયારે તેઓ માણસના દીકરાને આવતો જોશે ત્યારે પૃથ્વી પરના કૂળો શું કરશે?

પૃથ્વી પરના કુળો તેમની છાતીને કૂટશે [૨૪:૩૦]

માણસનો દીકરો તેના દૂતોને તેના પસંદ કરાયેલાઓને એકઠાં કરવા મોકલશે ત્યારે શું સંભળાશે?

દૂતોને તેના પસંદ કરાયેલાઓને એકઠાં કરવા મોકલશે ત્યારે રણશિંગડાનો અવાજ સંભળાશે [૨૪:૩૧]

Matthew 24:32

Matthew 24:34

ઈસુએ કહ્યું આ બધું નહિ થાય ત્યાં સુધી શું ગુજરી નહિ જાય?

ઈસુએ કહ્યું આ બધું નહિ થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જાય [૨૪:૩૪]

ઈસુએ કહ્યું શું જતું રહેશે અને શું નહિ જતું રહે?

ઈસુએ કહ્યું આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ તેના વચનો જતા નહિ રહેશે [૨૪:૩૫]

Matthew 24:36

આ બધી ઘટનાઓ કયારે થશે એ કોણ જાણે છે?

ફક્ત પિતા જ જાણે છે કે આ બધું ક્યારે થશે [૨૪:૩૬]

Matthew 24:37

માણસના દીકરાનું આવવું પૂર પહેલાના નૂહના દિવસો જેવું કેવીરીતે હશે?

લોકો ખાતાપીતા, પરણતા અને પરણાવતા હશે એ જાણ્યા વગર કે થનાર ન્યાય તેમને લઇ જશે [૨૪:૩૭-૩૯]

Matthew 24:40

Matthew 24:43

ઈસુના આવવા સુધી વિશ્વાસીઓએ કેવું વલણ રાખવું જોઈએ અને કેમ?

ઇસુએ કહ્યું કે વિશ્વાસીઓએ નિત્ય તૈયાર રહેવું જોઈએ કેમ કે પ્રભુનો દિવસ ક્યારે આવવાનો છે તે તેઓ જાણતા નથી [૨૪:૪૨,૪૪]

Matthew 24:45

જયારે માલિક દૂર હોય ત્યારે વિશ્વાસુ અને જ્ઞાની ચાકરે શું કરવું?

જયારે માલિક દૂર હોય ત્યારે વિશ્વાસુ અને જ્ઞાની ચાકરે તેના ઘરની દેખરેખ રાખવી [૨૪:૪૫-૪૬]

જયારે માલિક પાછો આવે છે ત્યારે વિશ્વાસુ અને જ્ઞાની ચાકર માટે શું કરે છે?

જયારે તે પાછો આવે છે ત્યારે વિશ્વાસુ અને જ્ઞાની ચાકરને સઘળા પર કારભારી ઠરાવે છે [૨૪:૪૭]

Matthew 24:48

જયારે માલિક દૂર જાય છે ત્યારે દુષ્ટ ચાકર શું કરે છે?

દુષ્ટ ચાકર તેના સાથી ચાકરોને મારે છે અને જયારે માલિક દૂર હોય છે ત્યારે તે છાકટાઓની સાથે ખાવા પીવા લાગે છે [૨૪:૪૮-૪૯]

જયારે માલિક પાછો આવે છે ત્યારે દુષ્ટ ચાકર માટે શું કરે છે?

જયારે તે પાછો આવે છે ત્યારે તેને તે કાપી નાખે છે અને ત્યાં મોકલે છે જ્યાં રડવું અને દાંત પીસવું છે [૨૪:૫૧]