Matthew 23

Matthew 23:1

શાસ્ત્રીઓ અને ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે માટે ઈસુએ લોકોને તેમના શિક્ષણ વિષે શું કહ્યું?

ઈસુએ લોકોને કહ્યું કે મૂસાના આસન પરથી શાસ્ત્રીઓ અને ફરોશીઓએ શીખવેલું કરો તથા પાળો [૨૩:૨-૩]

ઈસુએ લોકોને કેમ કહ્યું કે તેઓ ફરોશીઓ અને શાસ્ત્રીઓનું અનુકરણ ના કરે?

ઈસુએ કહ્યું કે તેમણે તેમના કાર્યનું અનુકરણ ના કરવું જોઈએ કેમ કે તેઓ કહે છે પણ પછી તેઓ તે કરતા નથી [૨૩:૩]

Matthew 23:4

ફરોશીઓ અને શાસ્ત્રીઓ કયા હેતુથી તેમના કાર્યો કરતા હતા?

ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેમના કાર્યો લોકોને બતાવવા કરતા હતા [૨૩:૫]

Matthew 23:6

Matthew 23:8

ઈસુએ કહ્યું કે આપણો એક પિતા અને એક શિક્ષક કોણ છે?

ઈસુએ કહ્યું કે આપણો એક પિતા તે છે જે સ્વર્ગમાં છે અને આપણો શિક્ષક ખ્રિસ્ત છે [૨૩:૮-૧૦]

Matthew 23:11

હે પોતાને ઉંચો કરે છે અને જે પોતાને નીચો કરે છે તેને ઈશ્વર શું કરશે?

ઈશ્વર જે પોતાને ઉંચો કરે છે તેને નીચો અને જે પોતાને નીચો કરે છે તેને ઉંચો કરશે [૨૩:૧૨]

Matthew 23:13

જયારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ નવો શિષ્ય બનાવે છે ત્યારે તે કોનો દીકરો બને છે?

જયારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ નવો શિષ્ય બનાવે છે ત્યારે તેઓ તેને બમણો નરકનો દીકરો બનાવે છે [૨૩:૧૫]

ઈસુ વારંવાર શાસ્ત્રીઓ અને ફરોશીઓને શું કહેતા હતા કે જે તેમના વર્તનને પ્રસ્તુત કરતુ હતું?

ઇસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઢોંગી કહેતા હતા [૨૩:૧૩-૧૫,૨૩,૨૫,૨૭,૨૯]

Matthew 23:16

સમથી બંધાયેલાની બાબતે ઇસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓના શિક્ષણ વિષે શું કહે છે?

ઈસુએ કહ્યું કે શાસ્ત્રીઓ અને ફરોસીઓ આંધળા દોરનારા અને આંધળા મૂર્ખ છે [૨૩:૧૬-૧૯]

Matthew 23:18

Matthew 23:20

Matthew 23:23

જો કે તેઓ ફુદીનાનો,સુવાનો અને જીરાનો દસમો ભાગ આપતા હોવા છતાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ શું કરવામાં નિષ્ફળ હતા?

શાસ્ત્રની ભારે વાતો -ન્યાયીકરણ, વિશ્વાસ અને દયા કરવામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિષ્ફળ હતા [૨૩:૨૩]

Matthew 23:25

શાસ્ત્રીઓ અને ફરોશીઓ શું શુધ્ધ કરવામાં નિષ્ફળ હતા?

શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી વાટકા સાફ રાખતા હોવાથી તેમના વાટકા અંદરથી સાફ કરવામાં નિષ્ફળ હતા [૨૩:૨૫-૨૬]

Matthew 23:27

શાસ્ત્રીઓ અને ફરોશીઓ અંદર શાનાથી ભરાયેલા હતા?

શાસ્ત્રીઓ અને ફરોશીઓ અંદર જુલમ, અન્યાય, ઢોંગ અને દુષ્ટતાથી ભરેલા હતા [૨૩:૨૫-૨૮]

Matthew 23:29

શાસ્ત્રીઓ અને ફરોશીઓના પિતાઓએ ઈશ્વરના પ્રબોધકો સાથે શું કર્યું હતું?

શાસ્ત્રીઓ અને ફરોશીઓના પિતાઓએ ઈશ્વરના પ્રબોધકોને મારી નાંખ્યા હતા [૨૩:૨૯-૩૧]

Matthew 23:32

શાસ્ત્રીઓ અને ફરોશીઓને કયા ન્યાયનો સામનો કરવો પડશે?

શાસ્ત્રીઓ અને ફરોશીઓને નરકના ન્યાયનો સામનો કરવો પડશે [૨૩:૩૩]

Matthew 23:34

શાસ્ત્રીઓ અને ફરોશીઓ તેઓની પાસે મોકલાયેલા પ્રબોધક, જ્ઞાનીઓ ને શાસ્ત્રીઓ સાથે શું કરશે?

ઈસુએ કહ્યું કે તેઓ તેમને મારી નાખશે, ઘણાને વધસ્તંભે જળાવશે અને ઘણાને કોરડા મારશે અને નગરે નગર તેમની પાછળ લાગશો [૨૩:૩૪]

શાસ્ત્રીઓ અને ફરોશીઓના વર્તનના પરિણામે કયો અપરાધ તેમની ઉપર આવશે?

પૃથ્વી પર ન્યાયીઓનું લોહી વહેવડાવાનો અપરાધ તેમના પર આવશે [૨૩:૩૫]

ઇસુ આ બધું થશે કઈ પેઢીને કહે છે?

આ બધું આ પેઢીને થશે એવું ઈસુએ કહ્યું [૨૩:૩૬]

Matthew 23:37

યરુશાલેમના છોકરાઓ માટે ઈસુની શું ઈચ્છા હતી અને તે કેમ પૂરી ના થઇ?

ઈસુએ યરુશાલેમના છોકરાઓને એકઠાં કરવાનું ચાહ્યું પણ તેમણે ચાહ્યું નહિ [૨૩:૩૭]

હવે યરુશાલેમનું ઘર કેવું મુકાશે?

યરુશાલેમનું ઘર હવે ઉજ્જડ મુકાશે [૨૩:૩૮]