ઈસુએ કહ્યું કે તેઓને બાંધેલો એક ગધેડી અને તેનું બચ્ચું મળશે [૨૧:૨]
પ્રબોધકે ભવિષ્ય વાણી કરી હતી કે રાજા બચ્ચા પર સવાર આવશે [૨૧:૪-૫]
ટોળાએ તેમના ઉપવસ્ત્રો અને ઝાડની ડાળીઓ રસ્તા પર બિછાવી [૨૧:૮]
ટોળાએ બૂમ પાડી કે, "પ્રભુને નામે જે આવે છે પરમ ઉંચામાં હોસન્ના" [૨૧:૯]
ભક્તિસ્થાનમાં જેઓ વેચતા હતા અને ખરીદતા હતાતેઓને અને નાણાવટીઓના બાજઠ ઉંધા પાડ્યા [૨૧:૧૨]
ઈસુએ કહ્યું કે વેપારીઓએ ઈશ્વરના ભક્તિસ્થાનને લુંટારાઓનું કોતર બનાવ્યું છે [૨૧:૧૩]
ઈસુએ કહ્યું કે બાળકોના તથા ધાવણાઓના મોમાંથી ઈશ્વરે તેની સ્તુતિ સંપૂર્ણ કરાવી છે [૨૧:૧૫-૧૬]
તેની પર ફળ ના હોવાથી અંજીરી સુકાઈ ગઈ [૨૧:૧૮-૧૯]
ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે જો તેઓ વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશે તો તેમને મળશે [૨૧:૨૦-૨૨]
શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોએ એ જાણવાનું ઈચ્છ્યું કે કયા અધિકારથી તેઓ આ બધું કરે છે? [૨૧:૨૩]
ઈસુએ પૂછ્યું કે તેઓ શું વિચારે છે કે યોહાન બાપ્તિસ્મા આકાશથી હતો કે માણસોથી? [૨૧:૨૫]
તેઓ જાણતા હતા કે ઈસુ તેમને પૂછશે કે તેઓએ તેનો વિશ્વાસ કેમ ના કર્યો [૨૧:૨૫]
તેઓ ટોળાથી બીધા કેમ કે યોહાન પ્રબોધક હતો [૨૧:૨૬]
પહેલા દીકરાએ કહ્યું કે તે જઈને કામ નહિ કરે અને પછી તે બદલાયો અને ગયો [૨૧:૨૮-૩૧]
ઈસુએ કહ્યું કે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે કેમ કે તેઓએ યોહાનનો વિશ્વાસ કર્યો પણ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ના કર્યો [૨૧:૩૧-૩૨]
દ્રાક્ષવાડીના ખેડૂતોએ ચાકારોને માર્યા, પથ્થરોથી મારી નાખ્યા [૨૧:૩૫-૩૬]
માલિકે આખરે તેના પુત્રને મોકલ્યો [૨૧:૩૭]
દ્રાક્ષવાડીના ખેડૂતોએ તેને મારી નાખ્યો [૨૧:૩૮-૩૯]
લોકોએ કહ્યું કે માલિક તે દ્રાક્ષવાડીના ખેડૂતોના નાશ કરશે અને તે દ્રાક્ષવાડી બીજાને અઆપશે [૨૧:૪૦-૪૧]
બાંધનારાઓએ નકારાયેલો પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો [૨૧:૪૨]
ઈસુએ કહ્યું કે મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસેથી ઈશ્વરનું રાજ્ય લઇ લેવામાં આવશે અને જે પ્રજા તેના ફળ આપશે તેને આપવામાં આવશે [૨૧:૪૩]
લોકો ઈસુને પ્રબોધક માનતા હોવાથી તેઓ લોકોથી બીધા [૨૧:૪૬]