સદુકીઓ અને ફરોશીઓ ઈસુ પાસેથી આકાશમાંથી ચિહ્ન જોવા માંગતા હતા [૧૬:૧]
ઈસુએ કહ્યું કે ફરોશી અને સદુકીઓને યુનાનું ચિન્હ અપાયું છે [૧૬:૪]
ઇસુ તેમના શિષ્યોને ફરોશી અને સદુકીઓના ખમીરથી સાવધ રહેવાનું કહે છે [૧૬:૬]
ઈસુ તેમના શિષ્યોને ફરોશી અને સદુકીઓના શિક્ષણથી સાવધ રહેવાનું કહે છે [૧૬:૧૨]
ઈસુએ તેમના શિષ્યોને પૂછ્યું કે "માણસના દીકરા કોણ છે તે વિષે લોકો શું કહે છે [૧૬:૧૩]
થોડા લોકો વિચારે છે કે ઈસુ યોહાન બાપ્તિસ્મા છે ,એલિયા, યર્મિયા અથવા પ્રબોધાકોમાંનો એક. [૧૬:૧૪]
પિતરે જવાબ આપ્યો કે "તું મસીહ છે, જીવતા ઈશ્વરનો દીકરો " [૧૬:૧૬]
પિતાએ તેને પ્રગટ કર્યું હોવાથી પિતરને ઈસુના પિતાનો જવાબ ખબર પડે છે [૧૬:૧૭]
ઈસુ પિતરને રાજ્યની કુંજીઓ આપે છે, તે માટે જે તે પૃથ્વી પર બાંધશે અથવા છોડશે તે સ્વર્ગમાં પણ બંધાશે અને છોડાશે [૧૬:૧૯]
ઈસુ તેના શિષ્યોને કહેવાનું શરુ કરે છે કે તેને યરુશાલેમ જવું, સહેવું અને મારી નખાવું અને ત્રીજા દિવસે પાછા ઉઠવું જરૂરનું છે [૧૬:૨૧]
ઈસુએ પિતરને કહ્યું કે "મારી પછવાડે જા,શેતાન" [૧૬:૨૩]
જે ઈસુની પાછળ આવવા ચાહે તેણે પોતાનો નકાર કરીને વધસ્તંભ ઊંચકવો [૧૬:૨૪]
ઈસુએ કહ્યું કે માણસ આખું જગત જીતે પણ તેનું જીવ ખોવે તે તેના લાભનું નથી [૧૬:૨૬]
ઈસુએ કહ્યું કે માણસનો દીકરો તેના પિતાની માહિમમાં તેના દૂતોની સાથે આવશે [૧૬:૨૭]
જયારે માણસનો દીકરો આવશે ત્યારે દરેકને તેમના કામ પ્રમાણે ચૂકવશે [૧૬:૨૭]